તારી સાથે બેસીને
હાથમાં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવવો છે
જો આ ગુલાબી સવારના સુર્યકિરણોને
જે દરિયા અને આકાશ પર પથરાયેલ છે
તે સુંદર સુહાના પ્રતિબિંબને
મન ભરીને તારી સાથે માણવુ છે
આ ભીની રેત અને ભીની ભીની સુગંધને
આંખો બંધ કરીને મનમાં સમાવવી છે
આ પશ્ચિમી પવનોને મારા વાળ પર
તારી આંગળીયોની જેમ જીવ ભરીને અનુભવવા છે
વમળોના હિલ્લોળને સહારે સહારે
પગ નીચેથી સરકતી આ ભીની રેતના સ્પર્શને
તારા સ્પર્શ અને મહેંકની સાથે સાથે
ઘોળી જઈને મારી યાદોમાં સમાવી લેવો છે
સુર્યાસ્તની આ અનેરી લાલિમાથી છવાયેલ આકાશ
ઢળતો છુપાતો અસ્ત થતો આ સુરજ
ક્ષિતિજ પર મળતા આ ધરતી અને આકાશ
આંખો માં કેદ કરી લેવા છે
સુર્યોદયથી સુર્યાસ્ત સુધી
તારી સાથે બેસીને
હાથ માં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવવો છે
હાથમાં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવવો છે
જો આ ગુલાબી સવારના સુર્યકિરણોને
જે દરિયા અને આકાશ પર પથરાયેલ છે
તે સુંદર સુહાના પ્રતિબિંબને
મન ભરીને તારી સાથે માણવુ છે
આ ભીની રેત અને ભીની ભીની સુગંધને
આંખો બંધ કરીને મનમાં સમાવવી છે
આ પશ્ચિમી પવનોને મારા વાળ પર
તારી આંગળીયોની જેમ જીવ ભરીને અનુભવવા છે
વમળોના હિલ્લોળને સહારે સહારે
પગ નીચેથી સરકતી આ ભીની રેતના સ્પર્શને
તારા સ્પર્શ અને મહેંકની સાથે સાથે
ઘોળી જઈને મારી યાદોમાં સમાવી લેવો છે
સુર્યાસ્તની આ અનેરી લાલિમાથી છવાયેલ આકાશ
ઢળતો છુપાતો અસ્ત થતો આ સુરજ
ક્ષિતિજ પર મળતા આ ધરતી અને આકાશ
આંખો માં કેદ કરી લેવા છે
સુર્યોદયથી સુર્યાસ્ત સુધી
તારી સાથે બેસીને
હાથ માં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવવો છે