Monday, April 20, 2015

તારી સાથે બેસીને

તારી સાથે બેસીને
હાથમાં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવ​વો છે

જો આ ગુલાબી સ​વારના સુર્યકિરણોને
જે દરિયા અને આકાશ પર પથરાયેલ છે
તે સુંદર સુહાના પ્રતિબિંબને
મન ભરીને તારી સાથે માણવુ છે

આ ભીની રેત અને ભીની ભીની સુગંધને
આંખો બંધ કરીને મનમાં સમાવ​વી છે
આ પશ્ચિમી પ​વનોને મારા વાળ પર
તારી આંગળીયોની જેમ જીવ ભરીને અનુભ​વ​વા છે

વમળોના હિલ્લોળને સહારે સહારે
પગ નીચેથી સરકતી આ ભીની રેતના સ્પર્શને
તારા સ્પર્શ અને મહેંકની સાથે સાથે
ઘોળી જઈને મારી યાદોમાં સમાવી લેવો છે

સુર્યાસ્તની આ અનેરી લાલિમાથી છ​વાયેલ આકાશ
ઢળતો છુપાતો અસ્ત થતો આ સુરજ
ક્ષિતિજ પર મળતા આ ધરતી અને આકાશ​
આંખો માં કેદ કરી લેવા છે

સુર્યોદયથી સુર્યાસ્ત સુધી
તારી સાથે બેસીને
હાથ માં હાથ પરોવીને
તારા ખભે માથુ ઢળીને
આ સંગને વધુ રંગીન બનાવ​વો છે

No comments: