સમયને વહેતા વાર નથી લાગતી
લાગણીયોને વહેતા વાર નથી લાગતી
સમયને તો પકડવો મુશ્કેલ છે
પણ લાગણીયોને પકડતા મુશ્કેલી નથી લાગતી
સમજણ પડે છે કે શુ થઇ રહ્યુ છે જીવન માં
તો પછી બીજાને સમજતા વાર નથી લાગતી
બીજા ને સમજવાની કોશીશ કરી જોઇ
પણ જ્યાં સુધી પોતાની જાત ને સમજતા નથી ત્યાં સુધી
બીજાને સમજવાની જરૂર નથી લાગતી
ક્યાં સુધી સંઘર્ષ ના નામે જીવન થી ભાગતા ફરવુ
પોતાની જાત ને સંભાળો તો કોઇ ના થી ક્યાંયે
ભાગવાની જરૂર નથી લાગતી.
Thursday, December 11, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment